IPL: SRH ની માલકીન સામે અભિનેત્રીઓ પણ લાગે છે ઝાંખી, જુઓ Photos

સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારન આઈપીએલ દરમિયાન પોતાના ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે.

તેમની સુંદરતા ખરેખર કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી. કાવ્યા મારનની ફેશન અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

તેઓ પોતાની ટીમને ચીયર કરવા માટે ઘણીવાર સ્ટેડિયમમાં હાજર રહે છે.

બિઝનેસ વુમન કાવ્યા મારનને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ સન ટીવીના માલિક અને અબજોપતિ કલાનિથિ મારનની દીકરી છે.

કાવ્યા મારનની સાથે તેમના પિતા સનરાઇઝર્સ હૈદરાબાદના કો-ઓનર છે. સનરાઈઝર્સની ગણતરી IPLની સફળ ટીમોમાં થાય છે.

કાવ્યા મારન આઈપીએલ ફ્રેન્ચાઝી ઉપરાંત સન ટીવી નેટવર્કના બિઝનેસમાં પણ ખૂબ એક્ટિવ છે.

કાવ્યા મારનને વર્ષ 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેઓને બ્યૂટી વિથ બ્રેનનું પરફેક્ટ ઉદાહરણ માની શકાય છે. આવું એટલા માટે કારણ કે તેઓ ખૂબ જ ભણેલા છે.

કાવ્યા મારને લંડનથી MBA નો અભ્યાસ કર્યો છે. MBA પહેલા તેમણે ચેન્નાઈમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે.

તમને જણાવી દઈએ કે કાવ્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનની પૌત્રી છે. કાવ્યા સોશિયલ મીડિયાથી અંતર રાખે છે. તેમને લાઇમલાઇટમાં રહેવું પણ પસંદ નથી.