IPL ની તે 'મિસ્ટ્રી ગર્લ્સ', જે હિરોઈનોને પણ આપે છે ટક્કર

20 APR 2024

IPLમાં કેટલીક મિસ્ટ્રી ગર્લ્સ કેમેરામાં કેદ થયા બાદ રાતોરાત જ સોશિયલ મીડિયા પર સેન્સેશન બની જાય છે

આરતી બેદીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે, જે 2022ની સિઝનમાં મિસ્ટ્રી ગર્લ બની હતી.

જોકે વાયરલ થયા બાદમાં ચાહકોને એ વાતની ખબર પડી કે તે એક અભિનેત્રી છે

ચેન્નાઈ ટીમની ફેન શ્રુતિ તુલી પણ આ સિઝનમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી

તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ રાતોરાત લાખોની સંખ્યામાં પહોંચી ગયા છે

2020ની સિઝનમાં પંજાબ અને મુંબઈ વચ્ચેની ડબલ સુપર ઓવર દરમિયાન રિયાના લાલવાણી ખૂબ પ્રખ્યાત થઈ હતી, તેમના ફોલોઅર્સમાં પણ રાતોરાત વધી ગયા હતા

પંજાબની ટીમ સાથે દરેક મેચમાં જોવા મળતી મિસ્ટ્રી ગર્લ શશી ધીમાન પણ ખૂબ વાયરલ થઈ રહી છે, તે ટીમના સોશિયલ મીડિયા પેજ માટે એન્કર તરીકે કામ કરે છે

મુંબઈ ઈન્ડિયન્સની ફેન સેજલ જયસ્વાલ પણ વાયરલ થઈ રહી છે, આ મિસ્ટ્રી ગર્લ એક અભિનેત્રી છે, જે અગાઉ ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે.

મોહાલીની સાહિબા પણ આઈપીએલ 2023માં મિસ્ટ્રી ગર્લ તરીકે ખૂબ પ્રખ્યાત થઈ હતી, તે એક કલાકાર અને ફેશન બ્લોગર છે, તેણે ગુજરાતની ટીમને ચીયર કરી હતી