Rishabh Pant ની ટીમને મોટો ઝટકો, IPL માંથી આ સ્ટાર થયો બહાર

22 APR 2024

IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી, દિલ્હીએ આઠમાંથી માત્ર 3 મેચ જીતી છે

હવે IPL સિઝનના મધ્યમાં, રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ IPL 2024ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે

માર્શ થોડા દિવસો પહેલા જ હેમસ્ટ્રિંગમાં થયેલી ઈજાની સારવાર માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો

દિલ્હી કેટલ્સના મુખ્ય કોચ પોન્ટિંગે કહ્યું, 'મને નથી લાગતું કે તે બાકી રહેલી સિઝનમાં પરત ફરી શકે

માર્શ 12 એપ્રિલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મેડિકલ સ્ટાફ સાથે સારવાર માટે પર્થ ગયો હતો

તે સમયે આશા હતી કે સારવાર બાદ માર્શ ભારત પરત ફરશે અને દિલ્હીની ટીમમાં સામેલ થશે પરંતુ કોચ પોન્ટિંગ અનુસાર હવે તે પરત ફરશે નહીં

IPL 2024માં, મિશેલ માર્શે દિલ્હી કેપિટલ્સ માટે 15.25ની સરેરાશથી ચાર ઇનિંગ્સમાં 61 રન બનાવ્યા હતા

માર્શનો સર્વોચ્ચ સ્કોર 23 રન હતો, તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યો હતો