સાવધાન! ફોનમાં આ સાઈન દેખાય છે? તો કોઈ તમારી સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યું છે

શું કોઈ તમારા ફોનની સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યું છે? હેકર્સ સરળતાથી તમારા ફોનમાં એક વાઈરસ ઈન્સ્ટોલ કરીને આમ કરી શકે છે.

આવા વાયરસ સામાન્ય રીતે સ્પાઈવેર કહેવાય છે, જે ચોરી છુપી તમારી જાસૂસી કરે છે, જોકે ફોનમાં કેટલાક ફીચર્સ ઓન થવા પર નોટિફિકેશન લાઈટ ઓન થઈ જાય છે.

આવું જ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે છે. જો કોઈ તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરે, તો બ્રેકેટમાં કેમેરા સાઈન બ્લિંક થવા લાગશે.

આ સાઈન સામાન્ય રીતે ત્યારે દેખાય છે, જ્યારે ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરો છો. જો સ્ક્રીન રેકોર્ડિંગ ઓફ હોય છતાં આ દેખાય તો તે હેકિંગના સંકેત છે.

જોકે સાવધાની માટે તમે ફોનને એકવાર રિસ્ટાર્ટ કરી શકો છો. છતાં તમને આ સાઈન દેખાય તો ફોનમાં કોઈ સ્પાયવેર છે.

હવે તમારે તે સ્પાયવેર શોધવાનો છે. આ માટે તમામ એપનું લિસ્ટ જોવું પડશે. તમને કોઈ અજાણી એપ દેખાય તરત જ તેને ડિલીટ કરી દો.

જો તમારા ફોનમાં સ્પાયવેર છે તો તે ચોક્કસપણે બેટરી અને ડેટાનો ઉપયોગ કરશે. આથી તમારા ફોનની બેટરી જલ્દી વપરાશે.