Bajaj ની કમાલ! પેટ્રોલ-ઈલેક્ટ્રિક નહીં... હાઈડ્રોજનથી ચાલતું ટુ-વ્હીલર લોન્ચ કરશે

દેશની અગ્રણી ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો કંઈક મોટું કરવાની તૈયારીમાં છે. હાલમાં કંપનીએ દેશની પહેલી CNG બાઈક લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

હવે કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે ચેતક ટેકનોલોજી લિમિટેડ સાથે નવા ફર્યૂઅલ સેગમેન્ટની સંભાવના શોધી રહી છે.

એટલે કે બજાજ ઓટો ચેતક બ્રાન્ડ અંતર્ગત એક હાઈડ્રોજન-પાવર્ડ વ્હીલર પર કામ કરી રહી છે.

જણાવી દઈએ કે, આ સમય દેશની કોઈપણ બીજી ટુ-વ્હીલર નિર્માતા કંપની હાઈડ્રોજન પાવર્ડ વાહનોની ટેકનિક પર ફોકસ કરી રહી છે.

જો કંપની હાઈડ્રોજનથી ચાલતું વાહન માર્કેટમાં ઉતારે છે, તો આમ કરનારી દેશની પહેલી વાહન નિર્માતા કંપની હશે.

બજાજે હાલમાં જ અબ્રાહમ જોસેફને ચેતક ટેકનોલોજી લિમિટેડના નિર્દેશક નિયુક્ત કર્યા છે. તેમણે પહેલા બજાજ ઓટોમાં પલ્સર મોડલ ઉતાર્યા હતા.

જોકે હજુ સુધી આ વિશે કોઈ જાણકારી મળી શકી નથી કે બજાજનું આ હાઈડ્રોજન સંચાલિત વાહન કેવું હશે.