સાવ સસ્તો થઈ ગયો OnePlus નો આ 5G ફોન, ફટાફટ ખરીદી લો

જો તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક જોરદાર સમાચાર લઈને આવ્યા છીએ. હકીકતમાં OnePlus નો એક સ્માર્ટફોન સસ્તો થઈ ગયો છે.

આ ફોનનું નામ OnePlus Nord CE 3 છે. આ એક 5G હેન્ડસેટ છે. ખરેખર, કંપનીએ તાજેતરમાં ભારતમાં OnePlus Nord CE 4 લૉન્ચ કર્યો છે.

OnePlus Nord CE 3 ભારતમાં જૂન 2023માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા કંપનીએ નવેમ્બરમાં કિંમતમાં ઘટાડો કર્યો હતો અને હવે બીજી વખત કિંમતમાં ઘટાડો કર્યો છે.

ભારતમાં જૂનમાં OnePlus Nord CE 3નું 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 26,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. નવેમ્બરમાં રૂ.2,000નો ઘટાડો થયો હતો અને હવે ફરી રૂ.2,000નો ઘટાડો કરવામાં આવ્યો છે.

હવે OnePlus Nord CE 3 ના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 22,999 રૂપિયામાં Amazon પર ખરીદી શકાય છે. આ સિવાય બેંક ઓફર્સ પણ છે.

OnePlus Nord CE 3 એમેઝોન પર 22,990 રૂપિયામાં લિસ્ટેડ છે. આના પર 2000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આમાં ICICI અને HDFC બેંક કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

OnePlus Nord CE 3માં 6.7-ઈચની ફૂલ HD+ ફ્લુઈડ AMOLED ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1,080 x 2,412 પિક્સેલ છે. તેનો રિફ્રેશ રેટ 120Hz હશે.

OnePlus Nord CE 3માં Qualcomm Snapdragon 782G ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

OnePlus Nord CE 3માં 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ હશે. આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત OxygenOS 13.1 પર કામ કરશે.