ફોન ચાર્જ કરવી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર થશે મોટી દુર્ઘટના

5 jan 2023

ગરમીમાં ફોન ચાર્જિંગ કરતી વખતે ઘણીવાર બેટરી ફાટવા જેવી ઘટના બને છે. ગરમીના કારણે ઘણીવાર ફોન ચાર્જિંગ સમયે હીટ નીકળે છે.

એવામાં ફોન ઓવરહીટ થઈને ખરાબ થઈ જાય છે. ઘણા કિસ્સામાં બેટરી બ્લાસ્ટ થઈ જાય છે.

જો તમે આ પ્રકારે કોઈ દુર્ઘટનાથી બચવા માંગતો હોય તો તમારે ફોન ચાર્જિંગ વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલા ગરમીમાં ફોન ચાર્જ કરતા કવર કાઢી દો. તેનાથી ફોનથી નીકળતી ગરમીના કારણે ડિવાઈસ ઓવરહીટ નહીં થાય.

પ્રયાસ કરો કે ફોનને તેના જ ચાર્જરથી ચાર્જ કરો. જો ઓરિજનલ ચાર્જર ન હોય તો તે જ પાવર આઉટપુટવાળ ચાર્જરથી ફોન ચાર્જ કરો.

ઘણીવાર લોકો ફોન ઝડપથી ચાર્જ કરવા ફાસ્ટ ચાર્જર વાપરે છે. આમ કરવાથી તમારો ફોન ખરાબ થઈ શકે છે.

આ ઉપરાંત ફોન ચાર્જ કરતા સમયે લોકલ ચાર્જર અને કેબલનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી ફોન ઓવરહીટ થઈ જશે.

કેટલાક લોકો ફોન ચાર્જિંગ સમયે તકિયાની નીચે રાખે છે. આમ કરવાથી સ્માર્ટફોનમાં ગરમીના કારણે આગ લાગી શકે છે.

આ ઉપરાંત ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ ન કરો. તેનાથી ફોન ગરમ થાય છે. ખાસ કરીને કોલિંગ, ગેમિંગ અને વીડિયો જોવાના કામ ન કરો.