UPSC: માતાનું અપમાન સહન ન કરી શકી દીકરી, કોચિંગ વગર બની IPS

UPSC સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરનારા યુવાઓ તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રેરણારૂપ બની જાય છે. હિમાચલ પ્રદેશના શાલિની અગ્નિહોત્રી (IPS Shalini Agnihotri)ની કહાની પણ આવી જ છે.

શાલિની અગ્નિહોત્રીએ કોચિંગ વગર UPSC એક્ઝામ ક્રેક કરી હતી. આજે IPS શાલિની અગ્નિહોત્રીના નામથી ગુનેગારો થર થર કાંપે છે.

શાલિની અગ્નિહોત્રીની IPS  અધિકારી બનવાની સફર ઘણી રસપ્રદ છે. આજે અમે આપને તેમની સંઘર્ષની કહાની જણાવા જઈ રહ્યા છીએ.

તેઓ જ્યારે નાના હતા, ત્યારે તેઓ તેમની માતા સાથે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન શાલિની અગ્નિહોત્રીના માતા જે સીટ પર બેઠા હતા, તેમની પાછળ એક શખ્સે પોતાનો હાથ રાખ્યો હતો, જેના કારણે તેઓ અનકમ્ફટેબલ ફીલ કરી રહ્યા હતા.  

તેમની માતાએ તે શખ્સને ઘણીવાર ટોક્યો, પણ તેણે સાંભળ્યું નહીં. અંતે તેણે શાલિની અગ્નિહોત્રીના માતાનું અપમાન કર્યું અને કહ્યું કે 'તમે શું ડીસી છો, તો હું તમારી વાત માનું.'

આ ઘટના પછી શાલિની અગ્નિહોત્રીએ નક્કી કર્યું હતું કે તેઓ ભવિષ્યમાં એક મોટા અધિકારી જરૂર બનશે. એક ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું હતું કે, તેમને  માતા-પિતાનો પૂરતો સહયોગ મળ્યો છે.

શાલિની અગ્નિહોત્રીના પિતા રમેશ અગ્નિહોત્રી બસ કંડક્ટર હતા. પરંતુ પિતાએ ક્યારેય કોઈ વસ્તુની કમી રહેવા દીધી નથી. શાલિની અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, 'મને ધોરણ 10માં 92 ટકાથી વધુ માર્ક્સ મળ્યા હતા, પરંતુ ધોરણ 12માં માત્ર 77 ટકા માર્ક્સ આવ્યા હતા.'

તેમણે પોતાનું સ્કૂલનું શિક્ષણ ધર્મશાળાની ડીએવી સ્કૂલમાંથી કર્યું, ત્યારબાદ તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી કૃષિમાં સ્નાતકની ડિગ્રી લીધી. પછી તેમણે UPSCની તૈયારી પણ શરૂ કરી. તેમણે કોચિંગ લીધું ન હતું

તેમણે મે 2011માં પરીક્ષા આપી હતી અને 285મા રેન્ક સાથે એક્ઝામ ક્લીયર કરી હતી. તેમણે ઇંડિયન પોલીસ સર્વિસ પસંદ કરી અને બાદમાં એક કડક પોલીસ અધિકારી સાબિત થયા.