Swati Sharma: ફૌજીની દીકરીએ વધાર્યુ પરિવારનું ગૌરવ, UPSCમાં મેળવ્યો 17મો રેન્ક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં ઝારખંડની સ્વાતિ શર્માએ રાજ્યનું નામનું સન્માન વધાર્યું છે.

UPSCની પરીક્ષામાં સ્વાતિ શર્માએ આખા રાજ્યમાં ટોપ કર્યું છે. માનગોના રહેવાસી પૂર્વ ફૌજી સંજય શર્માની દીકરી સ્વાતિ શર્માએ 17મો રેન્ક મેળવ્યો છે.

મંગળવારે જ્યારે યુપીએસસીનું પરિણામ જાહેર થયું ત્યારે સ્વાતિ શર્માએ પોતાનો 17મો રેન્ક જોયો તો તેમને વિશ્વાસ જ ન આવ્યો.

જે બાદ સ્વાતિ શર્માએ કહ્યું કે, મને એટલો તો ભરોસો હતો કે હું UPSC ક્રેક કરીશ, પરંતુ એવી નહોતી ખબર કે આટલું શાનદાર રિઝલ્ટ આવશે.

સ્વાતિ શર્માએ જણાવ્યું કે, મારા પિતા આર્મીમાં હતા, તેથી મેં દેશના ઘણા ભાગોમાં અભ્યાસ કર્યો છે. સ્વાતિ શર્માએ , કોલકાતાની આર્મી સેકન્ડરી સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.

તેઓએ સાકચી ખાતેની ટાગોર એકેડમીમાંથી ધોરણ 12 પૂરું કર્યું. આ પછી 2019માં તેમણે જમશેદપુર મહિલા કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં MA કર્યું.

જે બાદ તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. આ તેમનો ત્રીજો પ્રયાસ હતા. જેમાં તેમણે શાનદાર સફળતા મેળવી છે.