WhatsApp નું નવું ધમાકેદાર ફિચર! હવે શેર કરી શકશો લાંબા વીડિયોઝ

19 MAR 2024

વ્હોટ્સએપમાં નવા-નવા ફીચર આવી રહ્યા છે, સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી અત્યાર સુધી અપડેટ આવી ગયું છે

હવે કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી દમદાર ફીચર લઈને આવી રહી છે

આ નવા ફીચરમાં યૂઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશો

અત્યાર સુધી વ્હોટ્સએપ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો સ્ટેટસ પર લગાવી શકાતો હતો   

આ નવુ ફીચર આવ્યા બાદ સ્ટેટસની ટાઈમ લિમિટ વધારી દેવાઈ છે

આ નવા ફીચરને લઈને WABetaInfoએ એક્સ પર જાણકારી આપી છે, તેમણે નવા ફીચરને લઈને સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે

વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટ ફીચર સિવાય એક બીજા ફીચર પર પણ કામ કરી રહ્યુ છે

આ ફીચરમાં તમે વ્હોટ્સએપ પર યુપીઆઈ પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો

WABetaInfo ની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે કંપની આ ફીચરને લઈને બીટા ટેસ્ટિંગ કરી રહ્યુ છે