IPL પર છવાયો હોળીનો 'રંગ', રોહિતની મસ્તીનો વીડિયો થયો વાયરલ

25 MAR 2024

Credit: Twitter

સમગ્ર દેશમાં આજે રંગોના પર્વ એટલે હોળીની ખૂબ જ ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી

એવામાં જ હોળીનો આ રંગ  IPLમાં પણ છવાયો હતો

IPL અને હોળીનો સંયોગ થયો છે ત્યારે તમામ ક્રિકેટરોઓ પણ આ પર્વને ખૂબ જ ઘમાલ સાથે મનાવતા જોવા મળ્યા

ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ પણ હોળી પર ચેન્નઈમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને મેન્ટર ગૌતમ ગંભીર પણ હોળીના રંગમાં રંગાયા

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે

રોહિત સંપૂર્ણપણે હોળીના રંગમાં રંગાઈ ગયો છે અને તે પાણી ફેંકીને હોળીની ઉજવણી કરતો દેખાયો

DCના વિદેશી ખેલાડીઓ મિચેલ માર્શ, ઝ્યે રિચર્ડસન અને જેક ફ્રેઝર પણ હોળી રમતા જોવા મળ્યા