VIDEO: ધોની પહેલા બેટિંગ માટે મેદાનમાં આવ્યો જાડેજા, હસતા હસતા ફરી ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યા

9 APR 2024

8 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2024 ની મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી.

ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું હતું.

આ મેચમાં પહેલા રમતા કોલકાતાની ટીમ માત્ર 137/9 રન બનાવી શકી, જેના જવાબમાં ચેન્નાઈએ 14 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી.

જોકે, મેચનો સૌથી મોટો હીરો 'પ્લેયર ઓફ ધ મેચ' રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. જાડેજાએ જોરદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી, તેણે 2 કેચ પણ પકડ્યા

આ મેચમાં એક પ્રસંગ એવો આવ્યો જ્યારે ત્રણ વિકેટ પડી ગયા પછી રન ચેઝ દરમિયાન MS ધોની સામે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો.

પરંતુ થોડીક સેકન્ડ બાદ તે ડ્રેસિંગ રૂમ તરફ હસતો ભાગ્યો, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં પ્રવેશ્યો.

પરંતુ ધોનીને આવતાની સાથે જ પ્રશંસકોએ ખૂબ જ શોર મચાવ્યો, એટલો બધો હોબાળો મચાવ્યો કે આન્દ્રે રસેલે પોતાના કાન બંધ કરી દીધા હતા

આ મેચમાં વિજય નોંધાવીને, ચેન્નાઈએ અત્યાર સુધી સિઝનમાં 5માંથી 3 મેચ જીતી છે.

ચેન્નાઈની ટીમ ફરી એકવાર ટ્રેક પર હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે કોલકાતાની ટીમ આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ હારી છે. તેણે પ્રથમ ત્રણ મેચ જીતી હતી.