IPL: ધોનીને કેમ કહેવામાં આવે છે 'થાલા'? જાણો તેનું કારણ

ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (M.S Dhoni)ની ગણતરી વિશ્વના સૌથી ધનિક અને પોપ્યુલર ક્રિકેટર્સમાં થાય છે.

ધોનીની ફેન ફોલોઈંગ અન્ય કોઈપણ ક્રિકેટર કરતા ઘણી વધારે છે. ચેન્નાઈના ફેન્સ ધોનીને 'થાલા' કહીને બોલાવે છે.

આજે અમે તમને જણાવીશું કે મહેન્દ્રસિંહ ધોનીને 'થાલા' કેમ કહેવામાં આવે છે અને થાલાનો અર્થ શું છે.

સૌથી પહેલા તો એ જાણી લો કે થાલા એક તમિલ શબ્દ છે, જેનો મતલબ નેતા, લીડર અને બોસ થાય છે.  

એટલે કે જેઓ પોતાની ટીમને ફ્રન્ટથી લીડ કરે છે. જેમની નિતૃત્વ ક્ષમતા અભૂતપૂર્વ છે.

એક એવી વ્યક્તિ જેઓ વિષમ પરિસ્થિતિઓ સામે લડે છે અને સફળતા તેમના પગ ચૂમી લે છે

તો થાલા શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે પણ થાય છે કે જેઓ નેતા, લીડર અને બોસ હોય અને તેમની સાદગી માટે પણ જાણીતા હોય.

હવે સવાલ એ છે કે ધોની માટે ફેન્સ આ શબ્દનો ઉપયોગ કેમ કરતા આવી રહ્યા છે?

વાસ્તવમાં મહેન્દ્રસિંહ ધોની સિમ્પલ અને મેદાનમાં ખૂબ જ કૂલ લાગે છે. તેમની કેપ્ટનશીપમાં જ ચેન્નાઈ આઈપીએલની સૌથી સફળ ટીમ બની.

ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 5 વખત IPL જીતી ચુકી છે. એટલું જ નહીં ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.