Rohit Sharma બન્યો બસ ડ્રાઈવર, મેચ પહેલા VIDEO થયો વાયરલ

14 APR 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

ક્રિકેટના મેદાન પર ખૂબ જ એક્ટિવ રહેનાર રોહિત શર્મા મેદાનની બહાર પણ ખૂબ જ ફની અંદાજમાં જોવા મળે છે. ફરી એકવાર આવો જ અંદાજ દેખાયો

ગઇકાલે ટીમ જ્યારે મેચ માટે જઈ રહી હતી ત્યારે રોહિત શર્માનો ડ્રાઈવરનો અવતાર જોવા મળ્યો

તે અચાનક મુંબઈ ઈન્ડિયન્સ ટીમની બસના ડ્રાઈવરની સીટ બેસી ગયો

આ ઘટના ત્યારે બની જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે ખાતે ટ્રેનિંગ સેશન બાદ હોટલ પરત ફરી રહી હતી

તે દરમિયાન તમામ ખેલાડીઓ ટ્રેનિંગ બાદ બસમાં ચઢી રહ્યા હતા, પછી રોહિતને ડ્રાઈવરની સીટ પર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા

ફેન્સે મોબાઈલથી રેકોર્ડિંગ શરૂ કર્યું, તો બીજી તરફ રોહિતે ઈશારો કરી લોકોને બસની અંદર બેસવા માટે કહેતો પણ જોવા મળ્યો

આ પછી રોહિતે પણ પોતાનો મોબાઈલ કાઢ્યો અને ચાહકોનું રેકોર્ડિંગ શરૂ કર્યું, તેનો આ વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે

તમને જણાવી દઈએ કે રોહિત હવે મુંબઈ ટીમનો કેપ્ટન નથી, આ સીઝનથી જ ફ્રેન્ચાઇઝીએ તેના સ્થાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપી છે