ITR સાથે જોડાયેલું આ કામ ન કર્યું, તો 200 ટકા સુધીનો દંડ ભરવો પડશે

31 માર્ચ 2024એ નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થઈ રહ્યું છે. પછી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જશે.

નવું નાણાકીય વર્ષ શરૂ થતા જ ઘણા કામોની ડેડલાઈન સમાપ્ત થઈ જશે. તેમાં ITR સાથે જોડાયેલું કામ પણ સામેલ છે.

આવકવેરા વિભાગ મુજબ, જે લોકોએ નાણાકીય વર્ષ 2020-21 માટે ITR નથી ભર્યું અથવા ITR ભરવામાં ભૂલ કરી, તેમણે ITR-U ભરવું પડશે.

ઈન્કમ ટેક્સ વિભાગે ફાઈનાન્સ એક્ટ 2022માં કરદાતાઓને ફોર્મ ITR-U માં અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપી છે.

આમ ન કરવા પર ઈન્કમ ટેક્સ વિભાગ ટેક્સ પર 200 ટકા સુધીનો દંડ લગાવી શકે છે. 

અપડેટેડ ITR તે લોકો જ ફાઈલ કરી શકે છે, જેમણે રિટર્ન ફાઈલ ન કર્યું હોય અથવા રિટર્ન ફાઈલ કરવામાં ભૂલ કરી હોય.

જણાવી દઈએ કે અપડેટેડ રિટર્ન માત્ર એસેસમેન્ટ વર્ષના અંતમાં અને તેના 24 મહિના બાદ જ ફાઈલ કરી શકાય છે.

Relationship Tips: પાર્ટનર સાથે ભુલથી પણ શેર ન કરતા આ સિક્રેટ નહીંતર....

5 jan 2023