OLAનો ધમાકો! એક્ટિવા-જ્યુપિટરથી પણ સસ્તી કિંમતે ટુ-વ્હીલર લોન્ચ કર્યું

દેશની મુખ્ય ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ola Electricએ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતોને અપડેટ કરીને મોટો ઘટાડો કર્યો છે.

OLA S1 X સીરિઝ હેઠળના તમામ ટુ-વ્હીલરની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો છે.

Ola S1Xના 2kW બેટરી પેક વેરિએન્ટની કિંમતની હવે 69,999 રૂ.થી શરૂ થાય છે. આ સ્કૂટરમાં 10.9 સેમીની ડિસ્પલે સાથે 143KMની રેન્જ મળે છે.

જ્યારે S1Xના 3kW બેટરી પેક માટે 84,999 રૂ. આપવા પડશે. તેમાં 12.7 સેમીની ડિસ્પલે અને 151KMની ડ્રાઈવિંગ રેન્જ મળે છે.

આ ઉપરાંત આ સીરિઝના ટોપ મોડલ S1X (4 kWh) વેરિએન્ટની કિંમત રૂ.99,999 છે. તેમાં 10.9 સેમીની ડિસ્પલે અને 190ની કિમીની રેન્જ મળે છે.

OLA ઈલેક્ટ્રિટે S1 સીરિઝના તમામ સ્કૂટર પર 8 વર્ષની વોરંટી આપે છે, તેમાં 34 લીટરની બૂટ સ્પેસ મળે છે.