મુકેશ અંબાણીને ખૂબ જ પસંદ છે આ વાનગી...તમે પણ ખાવ, મળશે અઢળક ફાયદા

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી 67 વર્ષના થઈ ચૂક્યા છે. તેમનો જન્મ 19 અપ્રિલ 1957ના રોજ થયો હતો. તેઓ હાલ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે.

મુકેશ અંબાણી અલગ-અલગ વાનગી ખાવાના ખૂબ જ શોખીન છે. એકવાર ઈન્ડિયા ટુડેને ઈન્ટરવ્યુ આપતી વખતે મુકેશ અંબાણીએ પોતાની ફેવરિટ ડિશ વિશે જણાવ્યું હતું.

જ્યારે મુકેશ અંબાણીને તેમના ફેવરિટ ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારું ફેવરિટ ફૂડ સાઉથ ઈન્ડિયન છે. તેમાં મને ઈડલી-સાંભાર ખૂબ જ પસંદ છે.'

તેઓએ કહ્યું કે, '1974થી અત્યાર સુધીમાં તેઓને મુંબઈના મૈસૂર કાફેની સાઉથ ઈન્ડિયન ડિશ ખૂબ જ પસંદ છે અને તે તેમની પ્રિય જગ્યા છે.'

શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે, ઈડલી ઈન્ડિયાનું સૌથી હેલ્ધી ફૂડ છે. કારણ કે તેમાં પ્રોટીન, કાર્બ, એન્જઈમ્સ, ફાઈબર હોય છે.

2 ઈડલી અને 1 વાટકી સાંભરમાં લગભગ 260 કેલરી, 46 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 11 ગ્રામ પ્રોટીન, 6 ગ્રામ ફેટ અને 12 ગ્રામ ફાઈબર હોય છે. આને નાસ્તામાં ખાવાથી તમારું પેટ પૂરતું ભરાય છે.

ઈડલી બાફેલી હોય છે. તેમાં તેલનો ઉપયોગ થતો નથી. આના કારણે તેમાં ફેટની માત્રા કુદરતી રીતે ઓછી રહે છે અને ઓછી કેલરીમાં તમારું પેટ ભરાઈ જાય છે.

ઈડલી આથેલા ચોખા અને દાળમાંથી બનાવવામાં આવે છે જે આંતરડા માટે સારી છે. આનાથી પોષક તત્વોનું અવશોષણ વધે છે અને પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.

ઈડલી નાળિયેરની ચટણી અને સાંબરની સાથે મળીને એક સંપૂર્ણ ભોજન બનાવે છે, તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી અને ફાઈબર હોય છે.