આ દેશના લોકો પીવે છે સૌથી સ્વચ્છ પાણી, જાણો કયા નંબર પર છે ભારત

ભારતના બેંગલુરુ સહિત વિશ્વભરના ઘણા સ્થળોએ પાણીના અભાવની ચિંતા સતાવી રહી છે અને જે પાણી આસપાસ હાજર છે તે એટલું શુદ્ધ નથી કે તેને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય.

આ બધાની વચ્ચે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે એવા દેશની યાદી જાહેર કરી છે કે જ્યાં આજે પણ સૌથી સ્વચ્છ પાણી પીવાય છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ફિનલેન્ડના લોકો સૌથી સ્વચ્છ પાણી પીવે છે.

ફિનલેન્ડની સાથે-સાથે આઈસલેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં સૌથી સ્વચ્છ પાણી પીવામાં આવે છે.

આ લિસ્ટમાં માલ્ટા સાતમા, જર્મની આઠમા, લક્ઝમબર્ગ નવામા અને સ્વીડન દસમા નંબરે છે. સ્વચ્છ પાણી મામલે ભારત ફરી એકવાર પાછળ રહી ગયું છે.

આ રિપોર્ટમાં ભારત 139માં નંબરે છે. તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન 144માં નંબરે છે.

આ રિપોર્ટમાં 179 દેશોના ડેટાને સામેલ કરાયો છે. જણાવી દઈએ કે આ રેન્કિંગ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિવિધ દેશોના સ્વચ્છ પાણીની ગુણવતા, ઉપલબ્ધતા અને પહોંચના આધારે તૈયાર કરાય છે.