PM મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન, જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 25 ફેબ્રુઆરી 2024ના રોજ દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદ્ધાટન કર્યું છે. આ બ્રિજ ઓખાને બેટ દ્વારકા સાથે જોડશે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કુબા ડાઈવિંગની મજા પણ માણી હતી, જેની તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંચકૂઈ બીચ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સંગમ ઘાટ પાસે સ્કૂબા ડાયવિંગ કર્યું હતું.  

દ્વારકામાં વડાપ્રધાન મોદીની સ્કૂબા ડાયવિંગને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

PM મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન કરવાનો એક અદભુત અનુભવ હતો અને  જાણે ભગવાન કૃષ્ણ સ્વયં આપણને બધાને આશીર્વાદ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પીએમ મોદી પાણીની અંદર હાજર દ્વારકા નગરીને નિહાળી રહ્યા છે.  

  દ્વારકામાં પીએમ મોદીએ જગત મંદિરમાં દ્વારકાધીશની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ પણ લીધા હતા.