ધો.12 પછી કરો આ કોર્સ, 1000% મળશે મોટા પેકેજની નોકરી!

સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની નોકરીઓની સરખામણી કરવામાં આવે તો આજે પણ સરકારી નોકરીનું પલ્લુ ભારે રહે છે. કોઈ ગમે તેટલુ કેમ ના ભણેલો હોય પણ અભરખા તો સરકારી નોકરીના જ હોય છે.

આજે પ્રાઈવેટ સેકટરમાં પણ ઘણા સારા પગારવાળી નોકરીઓ ઉપલબ્ધ છે, આજના લેખમાં અમે આપને કેટલાક એવા કોર્સ વિશે જણાવીશું, જેને કર્યા પછી તમને સારા પેકેજની નોકરી મળી શકે છે.

BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ વિદ્યાર્થીઓની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. સારી કોલેજમાંથી આ કોર્સ કર્યા પછી IT કંપનીમાં સારા પગારની નોકરીઓ સરળતાથી મળી શકે છે.

સૌથી બેસ્ટ કોમ્પ્યુટર કોર્સમાંથી એક કોર્સ છે વેબ ડિઝાઈનિંગ. આ કોર્સ બાદ મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરીનો સારો સ્કોપ રહે છે.

જો તમે ક્રિએટિવ છો તો  VFX અને એનિમેશન તમારા માટે સારો ઓપ્શન હોઈ શકે છે. આ કાર્સ કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં સારા પેકેજની નોકરી મળી શકે છે.

હાર્ડવેર અને નેટવર્કિંગ કોર્સ હંમેશા ડિમાન્ડિંગ કોર્સ છે. આ કોર્સ તમને  IT ફીલ્ડમાં હાઈ સેલેરી પેકેજ પર નોકરી અપાવી શકે છે.

કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કોર્સ કર્યા બાદ કરિયરમાં અનેક સંભાવનાઓ છે. આ કોર્સ બાદ ઘણી મોટી કંપનીઓ સારા પેગાર પર હાયરિંગ કરે છે.