ફિલ્મો પહેલા આ કામ કરતી હતી નેશલન ક્રશ તૃપ્તિ ડિમરી

અભિનેત્રી તૃપ્તિ ડિમરી નવી નેશનલ ક્રશ બની ચૂકી છે. તેણે લેલા-મજનું, કલા, બુલબુલ અને હવે એનિમલ જેવી હિટ ફિલ્મો આપીને લોકોના દિલોમાં સ્થાન બનાવી લીધું છે.

ફિલ્મ એનિમલમાં તૃપ્તિની દમદાર એક્ટિંગ અને ઈન્ટીમેટ સીને ખળભળાટ મચાવી દીધો હતો. અભિનેત્રી પાસે હવે ફિલ્મોની કોઈ કમી નથી. 

તૃપ્તિ ડિમરી વિશે ફેન્સ હવે બધું જ જાણવા માંગે છે અને આ કારણે જ તૃપ્તિને ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તૃપ્તિ ડિમરી અભિનેત્રી કેવી રીતે બની?

તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના એક નાનકડા ગામની રહેવાસી છે. તે દિલ્હી અભ્યાસ કરવા આવી હતી અને અહીં તેણે નિર્ણય લીધો કે તેને અભિનેત્રી બનવું છે.

યુટ્યુબ વીડિયો બનાવીને હિટ થતાં ઘણા લોકોને તમે જોયા હશે, તૃપ્તિ પણ તેની એક્ટિંગ સ્કિલને નિખારવા માટે યુટ્યુબ પર વીડિયો બનાવતી હતી.

વર્ષ 2016માં તૃપ્તિ વિપરા ડાયલોગ્સ નામની યુટ્યુબ ચેનલ પર રિયલ લાઈફ બેસ્ડ વીડિયો બનાવતી હતી.

તૃપ્તિએ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મોડલિંગ પણ કર્યું અને એક્ટિંગના ક્લાસિસ પણ લીધા.

તૃપ્તિએ વર્ષ 2017માં ફિલ્મ પોસ્ટર બોયઝથી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. જે બાદ તેણે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લેલા-મજનું (Laila Majnu) માં કામ કર્યું.

તૃપ્તિએ પછી OTT પર પોતાની કિસ્મત અજમાવી અને ત્યાંથી તેમને અલગ જ ઓળખ મળી. અભિનેત્રીએ કલા, બુલબુલ જેવી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું, આ હિટ ગઈ.

તૃપ્તિ ડિમરીની પાસે હવે ઘણા પ્રોજેક્ટ્સ છે. અભિનેત્રી કાર્તિક આર્યનની સાથે ફિલ્મ ભૂલ-ભુલૈયા 3માં જોવા મળશે.