લંડનમાં હોટલ, દુબઈમાં વિલા... Mukesh Ambani પાસે છે આ 10 મોંઘી વસ્તુઓ!

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 67 વર્ષના થઈ ચૂક્યા છે.

જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન પાસે કેટલીક એવી મોંઘી વસ્તુઓ છે, જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

મુકેશ અંબાણીનું આલિશાન એન્ટિલિયા 27 માળનું છે. જેમાં જિમ, હેલ્થ સ્પા, સ્વિમિંગ પૂલ, થિયેટર, ડાંસ સ્ટુડિયો, 3 હેલીપેડ છે. તેની કિંમત 12થી 15 હજાર કરોડ છે.

વર્ષ 2021માં અંબાણીએ લંડનમાં બ્રિટિશ હોટલ 7.9 કરોડમાં ખરીદી હતી, જેમાં રેસ્ટોરાં, સ્પા, જિમ અને અન્ય લક્ઝરી સુવિધા છે.

મુકેશ અંબાણીની IPLમાં એક ક્રિકેટ ટીમ છે, મુંબઈ ઈન્ડિયન્સે IPLના 5 ટાઈટલ જીત્યા છે અને તેની વર્તમાન વેલ્યૂ 87 મિલિયન ડોલર છે.

વર્ષ 1760ની સૌથી જૂની ટોય કંપનીને અંબાણીએ 2019માં 620 કરોડમાં ખરીદી હતી, જેના દુનિયાભરમાં 167 સ્ટોર્સ છે.

મુકેશ અંબાણી પાસે બોઈંગ બિઝનેસ પ્રાઈવેટ ઝેટ 2 અને 3 છે. જેની કિંમત 73 મિલિયન ડોલર છે. 

વર્ષ 2022માં મુકેશ અંબાણીએ ત્રીજી રોલ્સ રોયલ 13.14 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

મુકેશ અંબાણીએ 163 મિલિયન ડોલરમાં દુબઈમાં બીચ ફ્રંટ વિલા ખરીદ્યો હતો, જેમાં અનેક લક્ઝરી સુવિધાઓ છે.