ટીવી શોના ઈન્ટીમેટ સીનમાં એક્ટર-એક્ટ્રેસે હદ વટાવી, ડાયરેક્ટરે કહેવું પડ્યું- બસ કરો

વરુણ બડોલા એક સમયે ટીવીનું મોટું નામ હતા. 'દેશ મેં નિકલા હોગા ચાંદ' સીરિયલથી તેઓ ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.

શોમાં વરુણની કો-એક્ટ્રેસ સંગીતા ઘોષ હતી, જેની સાથે તેમની સિઝલિંગ કેમેસ્ટ્રી હતી અને ફેન્સને પણ તે પસંદ આવતી હતી.

વર્ષો બાદ એક્ટરે સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં સંગીતા સાથે પોતાની કેમેસ્ટ્રી પર વાત કરી.

એક્ટરે કહ્યું- આજે પણ ઘણા લોકો એવા મળે છે તે કહે છે અમને શોમાં એવી કેમેસ્ટ્રી જોઈએ તેવી 'દેશ મેં નિકલા ચાંદ'માં તમારી અને સંગીતાની હતી.

હકીકતમાં આ કેમેસ્ટ્રીનો શ્રેય સંગીતાને જાય છે. સીરિયલનો પહેલા રોમાન્ટિક સીન અમે લંડનમાં કર્યો હતો.

મેં સંગીતાને પૂરી રીતે કન્ફર્ટ ફીલ કરાવ્યું. અમે ઈન્ટીમેટ સીનમાં ખચકાતા નહોતા. અમે બંને સીન કરવામાં એટલા સહજ હતા કે સ્ટાર પ્લસે કહેવું પડ્યું, થોડું કટ કરો, 9 વાગ્યાનો શો છે.

'અમે જ્યારે શૂટ કરતા ત્યારે ડાયરેક્ટર કહેતા કે તમે લોકો સીન કરો છો ત્યારે ખબર નથી પડતી કે ક્યારે કટ બોલવું. તમે ક્યાંક આગળ ન વધી જાઓ.'