અંબાણીની પાસે દુનિયાની સૌથી મોટી લિફ્ટ, એક સાથે 235 લોકો કરે છે અપ-ડાઉન

ઉંચી બિલ્ડિંગોમાં સરળતાથી ઉપર-નીચે જવા માટે લિફ્ટ લાગેલી હોય છે.

સામાન્ય રીતે લિફ્ટમાં 8-10 લોકોના ઉભા રહેવાની જગ્યા હોય છે. પરંતુ એક બિલ્ડિંગની લિફ્ટમાં 235 લોકો એક સાથે ઉપર-નીચે જઈ શકે છે.

આ છે દુનિયાની સૌથી મોટી લિફ્ટ, જે દેખાવમાં ખૂબ સુંદર છે. આ લિફ્ટ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લાગેલી છે.

આ લિફ્ટનું વજન લગભગ 16 ટન છે. તેમાં એક સાથે 235 લોકો ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર જઈ શકે છે.

આ લિફ્ટને આરામદાયક બનાવવા માટે તેમાં સોફા પણ રાખેલા છે. લિફ્ટનો એરિયા 25.78 ચોરસ મીટર છે.

જિયો વર્લ્ડ સેન્ટરમાં આ લિફ્ટને લગાવવામાં આવી છે. Kone Elevatorsએ, જે ફિનલેન્ડની કંપની છે.

જિયો વર્લ્ડ સેન્ટર બીકેસીમાં હાજર છે, જ્યાં અલગ-અલગ બિલ્ડિંગોમાં Kone Elevators એ 188 વર્લ્ડ ક્લાસ લિફ્ટ અને એસ્કેલેટર લગાવ્યા છે.

જિયો વર્લ્ડ સેન્ટર મુંબઈમાં હાજર એક આઈકોનિક ન્યૂ લેન્ડમાર્ક ડેસ્ટિનેશન છે, જે 18.5 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે.