બેસ મોડલમાં 6 એરબેગ... 25KMની માઈલેજ! લોન્ચ પહેલા SWIFTની ડિટેલ લીક

મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય હેચબેક કાર Maruti Swift ચોથી જનરેશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.

ઈચ્છુક ગ્રાહકો નવી Swiftને ઓફિશિયલ વેબસાઈટ અને અધિકૃત ડિલરશીપ પર જઈને રૂ.11000ના ટોકન અમાઉન્ટથી બુક કરાવી શકે છે.

કંપની નવી સ્વિફ્ટને 9 મેના રોજ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે લોન્ચ પહેલા કારની કેટલીક ડીટેલ્સ ઈન્ટરનેટ પર લીક થઈ છે.

V3Carsની રિપોર્ટ મુજબ, નવી SWIFTને કંપની 5 વેરિએન્ટમાં રજૂ કરશે. જેમાં LXI, VXI, VXI (O), ZXI અને ZXI Plus વેરિએન્ટ સામેલ છે.

રિપોર્ટ મુજબ નવી સ્વિફ્ટને CNG પાવરટ્રેન સાથે રજૂ નહીં કરાય. બની શકે બાદમાં કંપની તેને CNG વેરિએન્ટમાં રજૂ કરે.

આ ઉપરાંત રિપોર્ટ મુજબ સ્વિફ્ટમાં સ્ટાન્ટર્ડ 6 એરબેગ મળશે અને આ કાર 25KM/લીટર સુધીની માઈલેજ આપશે.

નવી સ્વિફ્ટના ફ્રંટ અને રિયર બમ્પરમાં ફેરફારની આશા છે.નવી ડિઝાઈનના એલોય વ્હીલ તેને સ્પોર્ટી લૂક આપવામાં મદદ કરશે.

તેના ટોપ વેરિએન્ટમાં ફુલ્લી LED લાઈટ્સ જોવા મળશે. આ ઉપરાંત કંપની કારની સેફ્ટીને પણ સારી કરશે.

જાપાનમાં JNCAPમાં કારના ક્રેશ ટેસ્ટમાં નવી સ્વિફ્ટને 4 સ્ટારની રેટિંગ મળી છે.