Mukesh Ambaniએ જુડવા બાળકોનું નામ ઈશા-આકાશ કેમ રાખ્યું? ખૂબ રસપ્રદ છે કિસ્સો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને કોઈ ઓળખાણની જરૂર નથી. દેશના તમામ લોકો તેમને ઓળખે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને 3 બાળકો છે. જેમાં બે દીકરા અને એક દીકરી છે. દીકરાનું નામ આકાશ, અનંત છે. જ્યારે દીકરીનું નામ ઈશા છે.

એક રિપોર્ટ મુજબ, ટ્વિન્સ ઈશા-આકાશનો જન્મ IVF ટેકનિકથી લગ્નના 17 વર્ષ બાદ થયો હતો.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના બાળકોનો જન્મ અમેરિકામાં થયો હતો. મુકેશ  અંબાણી જ્યારે તેમને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે પાયલોટે તેમને બાળકોના જન્મની ખુશખબરી આપી હતી.

જે બાદ મુકેશ અંબાણી ફરી અમેરિકા ગયા અને પછી બાળકોના નામ રાખ્યા હતા.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જ્યારે મુકેશ અંબાણીને આ ખુશખબરી મળી, ત્યારે તેઓ પ્લેનમાં હતા. જેથી તેમણે પોતાની દીકરીનું નામ ઈશા અને દીકરાનું નામ આકાશ રાખ્યું.

મુકેશ અંબાણીના મતે ઈશાનો અર્થ પર્વતો રાણી (પાર્વતીનું નામ) થાય છે. આકાશને આસમાન કહેવાય છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી.