Money Rule Changing: શેરબજારથી લઈને GST સુધી....માર્ચ મહિનામાં થશે આ મોટા બદલાવ

29 FEB 2024

આજે 29 ફેબ્રુઆરી એટલે કે મહિનાનો છલ્લો દિવસ છે

આવતી કાલથી માર્ચ મહિનાની શરૂઆત થયા જ અમૂક નિયમો બદલાશે જે સીધી જ તમારા ખિસ્સાને અસર કરી શકે છે

ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે

કેન્દ્ર સરકારે GST નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને તેમાં KYC અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે

બેન્ક નિફ્ટીના ડેરિવેટિવ ડીલ્સની એક્સપાયરી મહિનાના છેલ્લા ગુરુવારે થતી હતી. હવે તેનો દિવસ બદલાઈ ગયો છે. તાજેતરના ફેરફારો પછી, નિફ્ટી બેંકના F&O કોન્ટ્રાક્ટ હવે દર મહિનાના છેલ્લા બુધવારે સમાપ્ત થશે

માર્ચ 2024 માં દેશભરના વિવિધ રાજ્યોમાં બેન્કો કુલ 14 દિવસ માટે બંધ રહેશે. જેમાં સાપ્તાહિક શનિવાર અને રવિવારની રજાઓ સિવાય મહાશિવરાત્રી, હોળી અને ગુડ ફ્રાઈડેના કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહેશે