લાડું, જ્યૂસ, પોપકોર્ન... 'વનતારા'ના હાથીને અપાય છે આવું ભોજન, અનંત અંબાણી પહેલીવાર જણાવ્યું

જામનગર રિફાઈનરી કોમ્પલેક્ષના ગ્રીન બેલ્ટ એરિયામાં બનેલામાં બનેલા એનિમલ રેસ્ક્યૂ સેન્ટર 'વનતારા'માં દેશ-વિદેશથી પ્રાણીઓ લવાયા છે.

અનંત અંબાણીએ Indiatodayને ઈન્ટરવ્યૂ દરમિયાન વનતારામાં હાથીઓને કેવી રીતે જમવાનું અપાય છે તે જણાવ્યું.

અનંત અંબાણીએ જણાવ્યું કે, વનતારાના હેડ ન્યૂટ્રિશનિસ્ટ પ્રોફેસર પેટ્રા છે જેઓ જર્મનીથી છે. તેમના હેઠળ 40 ભારતીય ન્યૂટ્રિશનિસ્ટ છે.

'હાથીઓને ડાયેટમાં લાડવા અપાય છે. જૂના સમયમાં પણ હાથીઓને લાડુ અપાતા આથી 83 વર્ષ જૂના મહાવતોને પૂછીને રેસિપી તૈયાર કરાઈ છે.'

'આ લાડુની રેસિપીમાં પ્રોફેસર પેટ્રાએ મિનરલ ઉમેરેલા છે, આ લાડુને માણસ પણ ખાઈ શકે છે. હાથીઓને રોજ અલગ લાડુ અપાય છે.'

'જે હાથીઓની ઉંમર 80 વર્ષથી વધી જાય છે અને તેઓ દાંતથી ચાવી શકતા નથી તેમને જ્યૂસ પણ અપાય છે.'

'હાથીઓને ખિચડી પણ અપાય છે, જે તેમની રોજિંદી ડાયેટમાં સામેલ છે. ખિચડીમાં કેરળના પશુ વૈદ્યએ જણાવેલી સામગ્રી નખાય છે.'

'જ્યારે હાથીઓને દવા અપાય છે અથવા તેમના બ્લડ સેમ્પલ લીધા બાદ તેમને ટ્રિટ તરીકે પોપકોર્ન ખવડાવાય છે.'

'હાથી રોજ રોટલી પણ ખાય છે, તેમના માટે સ્પેશ્યલ રોટલી બને છે, તેમને 5-5 રોટલી સવાર-સાંજ અપાય છે.'

'હાથીઓ માટે હિમાચલથી ખાસ સફરજન પણ લાવીને ખવડાવાય છે.'