VIDEO: વાનખેડે સ્ટેડિયમમાં Virat Kohli એ કેમ કાન પકડી માફી માંગી?  

12 APR 2024

IPL 2024 ની 25 નંબરની મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી.

આ મેચમાં મુંબઈની ટીમને 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ આ મેચ સાત વિકેટે જીતી હતી

આ મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોએ વિરાટ કોહલીને બોલિંગ કરવાની માંગ કરી હતી, આ અંગે કોહલીનું રીએક્શન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે

આ મેચમાં જે રીતે બેંગલુરુના બોલરોને રન પડતાં હતા તે જોઈ વાનખેડેમાં ક્રિકેટ ચાહકોએ કોહલીને બોલિંગ કરવાની માગણી શરૂ કરી હતી

જોકે, કિંગ કોહલીએ પોતે કાન પકડીને ઈશારાથી કહ્યું કે, તે બોલિંગ નહીં કરે. કોહલીએ છેલ્લે 2016માં આઈપીએલમાં બોલિંગ કરી હતી.

કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 243 મેચ રમી છે, જેમાં તેના નામે 4 વિકેટ છે. જ્યારે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 9 વિકેટ ઝડપી છે.

કિંગ કોહલીએ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને પછી નેધરલેન્ડ સામે બોલિંગ કરી હતી.

કોહલી 11 એપ્રિલે મુંબઈ સામે માત્ર 3 રન બનાવી શક્યો હતો, પરંતુ હાલમાં તે IPLમાં ઓરેન્જ કેપ હોલ્ડર છે

કોહલીના નામે હાલમાં IPLમાં 6 મેચમાં સૌથી વધુ 319 રન છે