ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના શાહરૂખ ખાન કેટલા રૂપિયા લે છે?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન હવે કિંગ ખાન બની ગયો છે. જોકે તે ફિલ્મો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ કિંગ ખાન છે.

ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખના 4.65 કરોડ ફોલોઅર્સ છે. તે અહીં પોતાની પર્સનલ લાઈફ, પ્રોજેક્ટ્સ અને અન્ય વિગતો શેર કરે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઈન્ફ્લુઅન્સર માર્કેટિંગનો હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં લોકપ્રિય લોકો પાસેથી બ્રાન્ડિંગ કરાવાય છે.

2020ની એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે શાહરૂખ ખાન 80 લાખથી 1 કરોડ સુધી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ચાર્જ કરે છે.

આ આંકડો 4 વર્ષ પહેલા આવ્યો હતો, તે સમયે સો. મીડિયામાં બ્રાન્ડિંગ લોકપ્રિય નહોતી. એવામાં અત્યારના ચાર્જનો અંદાજ મુશ્કેલ છે.

શાહરૂખ ખાને 2023માં ઘણી હિટ ફિલ્મ આપી. એવામાં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે SRK 1 કરોડથી વધુ ચાર્જ કરતો હશે.

શાહરૂખને ઘણીવાર સો. મીડિયા પર ખાસ પ્રોડક્ટ પ્રમોટ કરતા જોવાયો છે. જોકે આ માટે તેણે કેટલી ફી ચાર્જ કરી તેની અધિકારીક જાણકારી નથી.