નારાજગી ખતમ? Dhoni-Gambhir નો મેચ બાદનો Video વાયરલ

9 APR 2024

Credit: Twitter

IPL 2024 ની મહત્વપૂર્ણ મેચ 8 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી.

ચેપોકમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું હતું.

આ રીતે ચેન્નાઈએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 5માંથી 3 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે, કોલકાતા આ સિઝનમાં તેની પ્રથમ મેચ હારી ચૂક્યું છે

જો કે, આ મેચ બાદ એક વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો, જ્યારે ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોની એકબીજાને ગળે લગાવ્યા.

Jio Cinemaએ આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 91 અને 97ની મીટિંગ.

એટલે કે 2011 વર્લ્ડ કપની ફાઇનલમાં ગૌતમ ગંભીરે 97 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 91 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

ગંભીર અનેક પ્રસંગોએ ધોનીની ટીકા કરતો પણ જોવા મળ્યો છે. ગંભીર ઘણીવાર એ વાતથી નારાજ જોવા મળે છે કે 2011ના વર્લ્ડ કપની જીતનો શ્રેય ફક્ત ધોનીને જ આપવામાં આવે છે.

આ સિવાય અમૂક વાર ગંભીર પણ ધોનીની કેપ્ટનશીપના વખાણ કરતો જોવા મળ્યો છે

ગંભીરે અનેક પ્રસંગોએ કહ્યું છે કે ધોની સૌથી સફળ કેપ્ટન છે, તેમના સ્તર સુધી પહોંચવું મુશ્કેલ છે