પિતા કંગાળ થતા એક સમયે રૂ.50માં ઘર ચલાવતી અનુપમા, આજે કરોડોમાં કમાણી

રૂપાલી ગાંગુલી શોબિઝમાં મોટું નામ છે. બાળપણથી એક્ટિંગ કરતી રૂપાલીને 'મોનિશા'ના ઓળખ મળી. હવે તે 'અનુપમા' બનીને ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહી છે.

TV પર ધાક જમાવ્યા બાદ રૂપાલીએ પોલિટિક્સમાં એન્ટ્રી કરી છે. ત્યારે જાણો તે એક્ટિંગથી રાજનીતિ સુધી કેવી રીતે પહોંચી?

એક સમયે રૂપાલી ગાંગુલી આર્થિક સંકટમાં હતી. પૈસા બચાવવા તે ઘરથી 15 કિમી રોજ ચાલીને પૃથ્વી થિયેટર સુધી જતી.

તેના પિતા અનિલ ગાંગુલીની તમામ ફિલ્મો ફ્લોપ થઈ. આર્થિક તંગીમાં તેના પિતાએ ઘર-દાગીના ગિરવે મૂકીને ફિલ્મો બનાવી હતી.

રૂપાલીના પિતાને એક સમયે ફિલ્મ કોરા કાગઝ અને તપસ્યા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમણે તૃષ્ણા, આંચલ, સાહેબ જેવી ફિલ્મો બનાવી હતી.

તંગીના દિવસોમાં તે થિયેટરમાં નાટક કરવા જતી અને રૂ.50 કમાતી. ઈ-ટાઈમ્સને રૂપાલીએ જણાવ્યું હતું કે તે સમયે વેટ્રેસની પણ નોકરી નહોતી.

રૂપાલીએ બહાર આને તક, બે આંખે બારાહ હાથ, લડકી ભોલી ભાલી, જરૂરત, સેવેરે વાલી ગાડી જેવી ફિલ્મો કરી, પરંતુ કોઈ ફિલ્મ ન ચાલી.

આ બાદમાં તેણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને બાદમાં ફરી એક્ટિંગમાં હાથ અજમાવ્યો. તેને જાહેરાત બાદ ટીવી શો સુકન્યા, સંજીવની અને ભાભી મળી.

પછી તે સારાભાઈ વર્સેસ સારાભાઈમાં દેખાઈ અને સ્ટાર બની ગઈ. બ્રેક બાદ તે 'અનુપમા'માં દેખાઈ. આજે તે નં.1 ટીવી એક્ટ્રેસ છે.

રિપોર્ટ્સ મુજબ રૂપાલીની કમાણી આજે કરોડોમાં છે. અનુપમા શોના એક એપિસોડ માટે 3 લાખ ચાર્જ કરે છે.