RCB ના આ પ્લેયર પરથી નહીં હટે નજર

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી લીધી છે.

આજે અમે તમને આ ટુર્નામેન્ટના સુંદર મહિલા ખેલાડી શ્રેયંકા પાટીલ (Shreyanka Patil)નો પરિચય કરાવી રહ્યા છીએ, જેમણે ફાઈનલમાં શાનદાર બોલિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.

શ્રેયંકા  પાટીલે દિલ્હી કેપિટલ્સ સામેની ફાઈનલ મેચમાં 4 વિકેટ લીધી હતી.

શ્રેયંકા  પાટીલે ફાઈનલ મેચમાં 3.3 ઓવર નાખીને માત્ર 12 રન આપ્યા.

શ્રેયંકા પાટીલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ અને પોપ્યુલર છે. તેઓ અવારનવાર પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે.

શ્રેયંકા પાટીલનો જન્મ 31 જુલાઈ 2002ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો.

21 વર્ષીય આ ખેલાડીએ 9 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ઓફ સ્પિન બોલર શ્રેયંકા પાટીલ વિરાટ કોહલીને આદર્શ માને છે.

શ્રેયંકા પાટીલના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો જાણવા મળે છે કે તેમને હરવા-ફરવાનો ઘણો શોખ છે.