સોશિયલ મીડિયા સ્ટાર બન્યો અનુષ્કાનો દીકરો, 24 કલાકમાં બન્યા હજારો Fake Account

અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની ચર્ચા ઘણા મહિનાઓથી થઈ રહી હતી. 20 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બીજી વખત માં બનવાની ગૂડ ન્યૂઝ શેર કરી.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ તેમના લાડલાનું નામ અકાય રાખ્યું છે. દંપતીએ બીજી વખત માતા-પિતા બનવાની જાહેરાત કરતાની સાથે જ ફેન્સમાં ખુશીની લહેર છવાઈ છે.

સોશિયલ મીડિયા પર અકાયના નામની ગૂંજ છે. કિંગ કોહલી અને અનુષ્કા શર્માનો દીકરો ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

અનુષ્કા અને વિરાટના લાડલા અકાયના નામે 24 કલાકમાં હજારો ફેક એકાઉન્ટ બની ગયા છે.

તમે ઈન્સ્ટાગ્રામ પર માત્ર અકાય લખો અને તમામ ફેક એકાઉન્ટ તમારી સામે હશે.

ફેન્સે જન્મતાની સાથે જ અનુષ્કા અને વિરાટના દીકરાને સ્ટાર બનાવી દીધો છે.

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો.

અકાયના જન્મના પાંચ દિવસ બાદ તેમણે ફેન્સને બીજી વખત માં બનવાની ખુશખબરી આપી.