સ્કાઈરૂફ... જબરજસ્ત પિક-અપ! XUV 3XOના ધાંસૂ ફીચર્સ આ કારને બનાવે છે ખાસ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 29 એપ્રિલે પોતાની નવી Mahindra XUV 3XOને વેચાણ માટે લોન્ચ કરી દીધી છે.

આકર્ષક લૂક અને એડવાન્સ ફીચર્સથી સજ્જ SUVની શરૂઆતની કિંમત 7.49 લાખ છે. તેમાં કેટલાક સેગમેન્ટમાં એવા ફીચર્સ છે જે અન્ય કારમાં નથી.

XUV 3XOને બે પેટ્રોલ (1.2 લીટર) અને એક ડીઝલ એન્જિન (1.5 લીટર) સાથે રજૂ કરાઈ છે. જે 6 સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.

આ SUVમાં કંપનીએ મોટું સનરૂફ આપ્યું છે. આ એક એવું ફીચર છે જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે.

તેમાં તમને ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલની સુવિધા મળે છે. તેમાં ડ્રાઈવર અને કો-પેસેન્જર પોતાના મુજબ કેબિન ટેમ્પરેચર સેટ કરી શકે છે.

કંપનીનો દાવો છે કે XUV 3XOની અંદર સેગમેન્ટનું સૌથી મોટું કેબિન છે. તેને ખાસ ભારતીય પરિવારનું ધ્યાન રાખીને ડિઝાઈન કરાયું છે.

કારમાં ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ઓટો-હોલ્ડ ફંક્શન છે, જે સેગમેન્ટમાં પહેલીવાર છે અને કાર સુરક્ષિત પાર્ક કરવામાં મદદ કરશે.

કારના 1.2 લીટર LmStallion એન્જિનને 4.5 સેકન્ડમાં 0થી 60ની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

 કારનું પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટ 18.89 પ્રતિ કિમી અને ઓટોમેટિક વેરિએન્ટ 17.96 પ્રતિ કિમીની અવરેજ આપે છે. તો ડીઝલ વેરિએન્ટ 20થી 21.2 કિમી સુધીની એવરેજ આપે છે.