હોટલમાં 'ચેકઆઉટ'નો સમય સવારના 11.00 વાગ્યાનો જ કેમ હોય છે?

આપણે વેકેશનમાં બહાર ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ. ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં કઈ હોટલ બુક કરાવવી જોઈએ એવો વિચાર આવે છે.

પરંતુ જ્યારે તમે હોટલમાં રોકાવ છો ત્યારે તમે જોયું હશે કે ચેક ઈન ગમે ત્યારે કર્યું હોય, પરંતુ મોટાભાગે ચેક આઉટ કરવાનો સમય ફિક્સ હોય છે.

તમે ભલે મોડી રાતે 1 કે 2 વાગ્યે ચેક ઈન કર્યું  હોય, પરંતુ તમારે સવારે 11 કલાકે જ ચેક આઉટ કરવું પડે છે. આવું શા માટે કરાય છે?

વાસ્તવમાં સ્ટાન્ડર્ડ હોટલમાં સવારે 11.00 વાગ્યે ચેક આઉટ કરવામાં આવે છે. 11 વાગ્યે ચેક આઉટ કરવાથી હોટલના સ્ટાફને બેડશીટ બદલવાનો, સાફ-સફાઈ કરવાનો અને બીજી અન્ય તૈયારી કરવાની સમય મળી રહે છે.

જ્યારે પણ હોટલમાં રોકાયેલા મહેમાનો એકસાથે ચેક આઉટ કરે છે, ત્યારે એકસાથે બધી સફાઈ કરવામાં આવે છે.

જો મહેમાનો અલગ-અલગ ચેક આઉટ કરશે તો રૂમની સફાઈ કરવી મુશ્કેલ થઈ જશે, સાથે હોટલનો સ્ટાફ પણ મુંઝાઈ જશે.

વેકેશન માણવા આવેલા મહેમાનો સવારે જલદી ઉઠવાનું પસંદ કરતા નથી, તેથી તેમની સુવિધા માટે ચેક આઉટનો સમય 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

સ્ટાફને રૂમ બુકિંગ કરવામાં સરળતા રહે તે માટે પણ ચેક આઉટનો સમય 11 રાખવામાં આવ્યો છે. સ્ટાફને ખબર હોય છે કે કેટલા મહેમાનો 11 વાગ્યા સુધીમાં ચેક આઉટ કરવાના છે.