Sunita Kejriwal: જાણો કેટલું ભણેલા છે સુનીતા કેજરીવાલ

દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને લઈને આ દિવસોમાં રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. 

સુનીતા કેજરીવાલ એક ઉચ્ચ શિક્ષિત મહિલા છે જેમના પર આમ આદમી પાર્ટી વિશ્વાસ કરી શકે છે. ચાલો આપણે સુનિતા કેજરીવાલના શિક્ષણ પર એક નજર કરીએ.

સુનીતા કેજરીવાલ પૂર્વ RRS અધિકારી તો છે જ સાથે જ તેમને 20 વર્ષથી વધારે સિવિલ સર્વિસનો પણ અનુભવ છે.

સુનીતા કેજરીવાલે જુલોજીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. વર્ષ 1993 બેચના IRS ઓફિસર સુનીતાની 1995 બેચના IRS અધિકારી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત ભોપાલમાં થઈ ગતી. બંને એક ટ્રેનિંગ પ્રોગ્રામમાં મળ્યા હતા

બાદમાં આ મુલાકાત લગ્નમાં પરિણમી હતી. આ પછી વર્ષ 2006માં જ્યારે અરવિંદ કેજરીવાલે IRSના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે પણ સુનીતા કેજરીવાલ સિવિલ સર્વિસમાં રહ્યા. 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2006માં અરવિંદ કેજરીવાલ ઈન્ડિયન રેવેન્યુ સર્વિસમાં જોઈન્ટ કમિશનર હતા. જ્યારે અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં એક અલગ ઓળખ બની ગઈ. આ પછી જુલાઈ 2016માં સુનીતા કેજરીવાલે પણ VRS લઈને લાલ લાઈટની ગાડી છોડી દીધી હતી. 

VRS લેતા પહેલા સુનિતા કેજરીવાલને દિલ્હીમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)માં ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. તેમને હજુ પણ વિભાગ તરફથી પેન્શન મળે છે.