શું મંદિર જતાં પહેલા વાળ ધોવા જોઈએ?

મંદિરમાં પૂજા કરવા માટે દરેક લોકો જાય છે, જોકે, મંદિર જવાના કેટલાક નિયમો હોય છે, જેને જાણવા જરૂરી છે. હંમેશા ન્હાઈને જ મંદિરે જવું જોઈએ અને મનને સાફ રાખવું જોઈએ.

મંદિરે જતાં પહેલા માથુ ઢાંકેલું હોવું જોઈએ અને વાળ બાંધેલા હોવા જોઈએ. મંદિર જતાં પહેલા હંમેશા વાળ ધોયેલા હોવા જોઈએ.

એવી માન્યતા છે કે મંદિરમાં જતાં પહેલા તન અને મન સાફ હોવું જોઈએ, આવી સ્થિતિમાં વાળ ન ધોવાથી તન અશુદ્ધ રહે છે, તેથી વાળને ધોઈને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ.

જ્યોતિષના જણાવ્યા અનુસાર, વાળ ધોયા વગર મંદિરમાં જતા પહેલા મનમાં ચિંતા, ક્રોધ, ભય, અહંકાર જેવી ભાવનાઓ હોય છે, આ કારણે વાળ ધોઈને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ.

જો મંદિરમાં જતા પહેલા વાળ ધોવામાં આવે તો તેનાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શુદ્ધ થાય છે. આમ કરવાથી નકારાત્મક વિચાર અને નેગેટિવિટી દૂર થાય છે.

મંદિરે જતા પહેલા હંમેશા સ્વચ્છ કપડા પહેરાવા જોઈએ, આ સિવાય મંદિરમાં જતાં પહેલા જે પથારીમાં સૂતા હતા, તેને સ્પર્શ ન કરવો જોઈએ. 

તો જમ્યા વગર જ મંદિરે જવાનો પ્રયાસ કરો અને પરંપરાગત વસ્ત્રો જ પહેરવા જોઈએ.