Youtube થી કમાણીનો ચસ્કો, એક ભૂલ અને લાગ્યો 2.7 કરોડનો ચૂનો

સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને ખૂબ જ ચાલાકીથી શિકાર બનાવવામાં આવી છે અને તેને 2.7 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.

52 વર્ષની મહિલા એક એન્ટરપ્રેન્યોર છે.  આ મામલો 6 અપ્રિલથી 22 અપ્રિલની વચ્ચે બન્યો હતો. આ દરમિયાન મહિલાના બેંક એકાઉન્ટમાંથી 2.7 કરોડ રૂપિયા ઉઠાવી લીધા.

સાયબર ફ્રોડના આ મામલાથી શરૂઆત એક લિંકથી થઈ છે. વાસ્તવમાં મોબાઈલ યુઝર્સને આ લિંક મળી, જેના પર ક્લિક કરતા તેઓ Instagram group માં સામેલ થઈ ગયા.

મહિલાને જણાવ્યું કે તે યુટ્યુબ પર લાઈક્સ અને સબસ્ક્રાઈબર્સની મદદથી ઘણા પૈસા કમાઈ શકે છે.

આ પછી એપમાં ઈન્વેસ્ટમેન્ટનો પ્લાન પણ જણાવ્યો, જ્યાં મહિલા કહેવામાં આવ્યું કે તેના રૂપિયા થોડા દિવસમાં જ ડબલ થઈ જશે.  

આ પછી મહિલાએ ગ્રુપમાં હાજર લોકોની વાત પર વિશ્વાસ કરી લીધો. આ પછી પીડિતાને ચૂનો લગાવવામાં આવ્યો અને તેનું બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું.

પોતાની મહેનતની કમાણીના ઈનવેસ્ટમેન્ટ બાદ તેને જણાવા મળ્યું કે તે સાયબર ફ્રોડનો શિકાર બની ગઈ છે. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી.

પોલીસે જણાવ્યું કે, 1.7 કરોડ રૂપિયા એક જ ઈન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવ્યા છે. તેની તપાસ ચાલી રહી છે.

સાયબર ફ્રોડથી ખુદને બચાવવા માટે જરૂરી છે કે તમે કોઈપણ અજાણ્યા નંબરથી આવતી લિંક પર ક્લિક ન કરો.